સરકારી ટેકનીકલ હાઇસ્કુલ વડોદરા ની સ્થાપના ૧૩ જુન ૧૯૫૮ માં સયાજી હાઇસ્કુલ ઘડીયાળી પોળ ના બિલ્ડીંગમાં થઇ હતી. ત્યારે શરૂઆતમાં એકજ ડીવીઝન થી એટલેકે ૪૦ વિદ્યાર્થીઓની સંસ્થાથી ટેકનીકલ શિક્ષણ આપવાનું વડોદરા ખાતે શુભ શરૂઆત થઇ હતી. ત્યારબાદ સરકારશ્રીની મંજુરી મુજબ ટેકનીકલ હાઇસ્કુલ નું આ નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું આ બિલ્ડીંગનું ઉદઘાટન જેતે વખત ના મુંબઈ રાજ્ય ના શિક્ષણમંત્રીશ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ના હસ્તે તારીખ ૨ એપ્રિલ ૧૯૬૦ ના રોજ ઉદઘાટન થયું હતુ. જે આ સંસ્થા દાંડીયા બજાર અરવિંદ આશ્રમની બાજુમાં આવેલ હોવાથી પ્રચાર પ્રસાર સહેલાઈ થી થયો હતો.
વડોદરા એક સંસ્કારી, કલાનગરી અને ઔદ્યોમિક નગરી હોવાથી ટેકનીકલ શિક્ષણ ના પાયા ના જ્ઞાનની ખુબજ જરૂરિયાત હોઈ આ સંસ્થા વરદાન રૂપ સાબિત થઇ.